અમદાવાદ: ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું
Live TV
-
અમદાવાદના અંકુર ખાતે આવેલ કામેશ્વર હોલમાં ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા જીવન દાન આપવાના ઉમદા વિચાર સાથે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા અનેક વિધ પ્રવુત્તિ કરવામાં આવે છે.
જેમાં જીવદયા માટે પણ કામ કરવામાં આવે છે. ગાયોને ઘાસ ચારો ખવડાવો સાથે જ ગરીબ અને સ્લમ વિસ્તારમાં ભોજન વિતરણ કરવા સહિતની પ્રવૃત્તિ કરાય છે. ત્યારે આજે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં 1 હજારથી વધુ બોટલ રક્ત એકત્ર કરી રેડ ક્રોસ સોસાયટીને આપવામાં આવ્યું છે.
