Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ હાટ ખાતે આજથી આદિ મહોત્સવ યોજાશે

Live TV

X
  • કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડા આજે સાંજે અમદાવાદમાં આદી મહોત્સવ - રાષ્ટ્રીય આદિવાસી ઉત્સવનું ઉદ્ઘાટન કરશે. ટ્રાઈબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ટ્રાઇફેડ) દ્વારા આજ થી 3જી નવેમ્બર દરમિયાન  અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે મેગા ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આદી મહોત્સવ એ  ભારતના સ્વદેશી વારસાના ના પ્રવાસ ને જોડતું  એક અજોડ સહજીવી જોડાણ છે. આ કાર્યક્રમ માં 100 થી વધુ સ્ટોલ ભારતની આદિવાસી સંસ્કૃતિ, કારીગરી, રાંધણ કલાત્મકતા અને આર્થિક પ્રયાસોનું કેલિડોસ્કોપ પ્રદર્શિત કરશે. 

    આ આદી મહોત્સવમાં આદિવાસીઓ દ્વારા ઉગાડવામાં આવતી હસ્તકલા, હેન્ડલૂમ, માટીકામ, ઝવેરાત અને બાજરીનું પણ પ્રદર્શન કરવામાં આવશે. જ્યાં 74 સ્ટોલ હશે જેમાં ઓર્ગેનિક અને ક્રાફ્ટ વસ્તુઓ દર્શાવવામાં આવશે. આદિવાસી ખોરાકને પ્રોત્સાહન આપવા માટે વિવિધ વાનગીઓનું પ્રતિનિધિત્વ કરતા ચાર સ્ટોલની સ્થાપના કરવામાં આવશે, જેમાં ડાંગી વાનગી અગ્રણી રાંધણ આકર્ષણ તરીકે ઊભી રહેશે. મશરૂમ્સ, મહુઆના ફૂલો, નાગલી બાજરી, કેરીના અથાણાં, વાંસની વસ્તુઓ અને જંગલી મધમાંથી બનાવેલ વન ધન વિકાસ કેન્દ્ર (VDVK) ઉત્પાદનોને 15 સ્ટોલ સમર્પિત કરવામાં આવશે.

    3 નવેમ્બર સુધી ચાલનારા આ મહોત્સવમાં આદિવાસી અને જનજાતિય સંસ્કૃતિના રંગો જોવા મળશે. જનજાતીય સંસ્કૃતિ શિલ્પ કલા, ખાણીપીણી તથા આર્થિક પ્રયાસોના અલગ અલગ ઉપાયો દર્શાવનારા 100 થી વધુ સ્ટોલ પણ હશે. વોકલ ફોર લોકલ અભિયાનને પણ વેગ મળશે, હસ્તકલા તેમજ માટીના વાસણો સહિત વિવિધ વસ્તુઓનું પ્રદર્શન જોવા મળશે. મહોત્સવમાં સંસદ સદસ્ય રમીલાબેન બારા તથા જનજાતીય વિકાસ મંત્રી કુબેર ડીંડોર સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે ભારતની જનજાતિય વિરાસતને જાણવા માટે આદિ મહોત્સવ એક મહત્વનું માધ્યમ સાબિત થઇ રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply