Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ: AMA ખાતે હ્યુમન જેનેટિક્સ એન્ડ બાયોટેકનોલોજીની ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન

Live TV

X
  • 21 થી 24 જાન્યુઆરી દરમિયાન આ કોન્ફરન્સ યોજાશે.

    અમદાવાદના AMA (અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન) ખાતે દેશની સૌથી મોટી જીનેટિક્સ અને બાયોટેકનોલોજી કોન્ફરન્સ ઓફ હ્યુમન જેનેટિક્સ એન્ડ બાયોટેકનોલોજીની 48મી એન્યુઅલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. 21 થી 24 જાન્યુઆરી દરમિયાન આ કોન્ફરન્સ યોજાશે. આ કોન્ફરન્સનું આયોજન ફાઉન્ડેશન ફોર રિસર્ચ ઇન જિનેટિક્સ એન્ડ એન્ડોક્રિનોલોજી (FRIGE) દ્વારા ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર તેમજ ઈન્ડિયન સોસાયટી ઓફ હ્યુમન જેનેટિક્સના સહયોગથી કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સની થીમ “સૌની સુખાકારી” અને “સૌ બીમારીથી મુક્ત થઈ રહે” એ રાખવામાં આવી છે. 

    21 જાન્યુઆરીના રોજ આ કોન્ફરન્સના ઉદઘાટન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિતિ રહેશે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કોન્ફરન્સમાં મુખ્ય વક્તવ્ય આપશે. આ ઉપરાંત ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. આ કોન્ફરન્સમાં 36 અગ્રણી બાયોટેક કંપની તેમજ 15 દેશોના લગભગ 700-800 અગ્રણી વૈજ્ઞાનિકો જ્ઞાન અને નવીનતાનું વૈશ્વિક પ્રદર્શન કરવા માટે તૈયાર છે.

    ઈન્ડિયન સોસાયટી ઓફ હ્યુમન જેનેટિક્સ 2024 કોન્ફરન્સના અધ્યક્ષ જયેશ શેઠે જણાવ્યું છે કે, “અમદાવાદમાં ઇન્ડિયન સોસાયટી ઑફ હ્યુમનજેનેટિક્સની 48મી એન્યુઅલ મીટિંગ અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવું એ અમારું સૌભાગ્ય છે. આ કોન્ફરન્સ દુર્લભ આનુવંશિક રોગના નિદાન અને સારવાર પર વિશેષ ભાર મૂકશે. આ સાથે વિશ્વભરમાંથી ક્લિનિકલ અને મૂળભૂત માનવ આનુવંશિકતામાં નવીનતમ અને અદ્યતન વૈજ્ઞાનિક પ્રગતિઓ પ્રદર્શિત કરશે. આ કોન્ફરન્સમાં 9 પ્લેનરી સેશન, 10 કોન્કરન્ટ સેશન, 4 હેન્ડ ઓન વર્કશોપ, 14 કોર્પોરેટ સેટેલાઇટ્સનો સમાવેશ થયો છે.  આ કોન્ફરન્સને ભારત, યુએસએ, યુકે અને યુરોપના 130થી વધુ નેશનલ અને ઇન્ટરનેશનલ સાયન્ટિસ્ટ દ્વારા સંબોધિત કરવામાં આવશે. 

    આ કોન્ફરન્સના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડો. હર્ષ શેઠે જણાવ્યું કે, ચાર દિવસીય કોન્ફરન્સમાં અગ્રણી નિષ્ણાંતો કેન્સર નિવારણ, વારસાગત કેન્સર માટેની રસી, ઓટીઝમ અને કેન્સર જેવા જટિલ રોગોને સમજવામાં જીનોમ સિક્વન્સિંગની ભૂમિકા વિશે તેમના જ્ઞાન અને મંતવ્ય શેર કરશે. આ કોન્ફરન્સમાં નિષ્ણાતો ન્યુરોલોજીકલ ડિસઓર્ડર અને ન્યુરોમસ્ક્યુલર ડિસઓર્ડરની જન્મજાત ખામીની સારવાર, પ્રજનન અને વંધ્યત્વની આનુવંશિકતા, લિસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડરની સારવાર, થાઇરોઇડ, જી6પીડીની ઉણપ વગેરે જેવી વારસાગત જન્મજાત વિકૃતિઓને રોકવા માટે નવજાતની તપાસ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. ખાસ કરીને પ્લેનરી સેશન ટેલોમેરથી લઈને ટેલોમેર સિક્વન્સિંગ, અત્યાધુનિક ડાયગ્નોસ્ટિક ટેક્નોલોજીનો ડેવલોપમેન્ટ, કેન્સર કેમોપ્રિવેન્શન, નોવેલ ડ્રગ ડેવલપમેન્ટ જેવા અનેક વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સેશન ચિકિત્સકો, વૈજ્ઞાનિકો અને બાયોટેકનોલોજીમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply