Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવસારીથી “વન સેતુ ચેતના યાત્રા"નું પ્રસ્થાન કરાવ્યું

Live TV

X
  • “વન સેતુ ચેતના યાત્રા" 14 જિલ્લામાંથી પસાર થશે અને 22 જાન્યુઆરીએ અંબાજી ખાતે પૂર્ણ થશે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાસંદ સી.આર. પાટીલેઆજે નવસારી જિલ્લાના ભીનાર ખાતે આવેલા 'જાનકી વન' ખાતેથી “વન સેતુ ચેતના યાત્રા"ને પ્રસ્થાન કરાવ્યું. આ યાત્રા વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત,ભરુચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા એમ કુલ 14 જિલ્લામાંથી પસાર થશે અને 22 જાન્યુઆરીએ અંબાજી ખાતે પૂર્ણ થશે.

    આ યાત્રામાં અંદાજિત 51 જેટલા આદિજાતિ તાલુકાના ગામોના અંદાજિત 3 લાખ આદિવાસી ભાઈઓ બહેનોને સાંકળી લેવામાં આવશે. આ યાત્રાના માર્ગમાં આવતા દરેક જિલ્લામાં 1 સ્ટેજ પ્રોગ્રામ અને 3 સ્થળોએ સ્વાગત કાર્યક્રમ, રાત્રીના સમયે ભજન સંધ્યા કાર્યક્રમ તેમજ યાત્રાના માર્ગમાં આવતા પ્રસિદ્ધ મંદિરોમાં દર્શન કરવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

    આ યાત્રા દરમિયાન વનસહભાગી મંડળીઓ જોડે મુલાકાત અને સંવાદ, મહિલા સ્વસહાય જૂથો સાથે મુલાકાત, વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર આદિવાસીઓનું સન્માન, સરકારના 20 વર્ષની સિદ્ધિઓનો અહેવાલ, રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સકારાત્મક ઊજવણી, સરકારી યોજનાઓની સમીક્ષા, એફ.આર.એના લાભો, યાત્રી સભા, જંગલ વિસ્તારના ગામોમાં વસતા આદિજાતી સમુદાયના લોકોને મળી, રૂબરૂ સંવાદ થકી સ્થાનિક લોકોની સમસ્યાઓનું નિરાકરણ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply