જળ સંચય અભિયાનનાં કામોની સમીક્ષા કરતા મુખ્યમંત્રી
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના છ જિલ્લામાં ચાલી રહેલાં જળ અભિયાન કામોની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે પોતાના નિવાસ સ્થાનેથી રાજ્યના છ જિલ્લામાં ચાલી રહેલાં જળ અભિયાન કામોની સમીક્ષા કરી હતી. તેમણે સુજલામ સુફલામ જળ અભિયાન આગામી ત્રણ વર્ષ સુધી ચાલુ રાખી રાજ્યનાં તમામ તળાવો ઊંડાં કરી આવનારી પેઢીને પચાસ વર્ષ સુધી જળ સમૃદ્ધિનો વારસો આપવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જિલ્લામાં ચાલી રહેલા જળ અભિયાન કામોની સમીક્ષા કરતાં ગ્રામજનો તથા ખેડૂતો પાસેથી આ અભિયાનની સફળતા અને ઉપયોગિતા અંગે પ્રતિસાદ આપવા પણ હાકલ કરી હતી. જળસંચય અભિયાન અંતર્ગત પ્રથમ વખત મુખ્યમંત્રીએ ટૅક્નૉલૉજી માધ્યમથી આગેવાનો સાથે સંવાદ યોજ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં માત્ર આઠ જ નદીઓ એવી છે જે બારેમાસ ઉભરાતી છલકાતી રહી છે. એટલે જળાશયોની સંગ્રહ શક્તિ વધારવી એ જ આખરી ઉપાય છે. ઘરનું પાણી ઘરમાં, સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામનું રહે ,એ રીતે કાર્ય કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.