Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ: IPS મેસ ખાતે યોજાયેલા નવરાત્રિ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી મહાઆરતી

Live TV

X
  • અમદાવાદ: IPS મેસ ખાતે યોજાયેલા નવરાત્રિ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી મહાઆરતી

    અમદાવાદ ખાતે આવેલા IPS મેસમાં ગઈકાલે નવરાત્રિ પર્વ નિમિત્તે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ અવસરે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી થઈને માં જગદંબાની મહાઆરતી ઉતારી હતી અને રાજ્યની સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

    પોલીસ પરિવાર સાથે નવરાત્રિની ઉજવણી
    આ પવિત્ર અવસરે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારજનોને નવરાત્રિ પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. પોલીસ દળના જવાનો અને અધિકારીઓ સાથે આ પ્રકારની સાંસ્કૃતિક ઉજવણીથી સમગ્ર પરિસરમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો.

    આ ગરબા મહોત્સવમાં મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ અને પોલીસ મહાનિર્દેશક (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિક સહિતના અનેક ઉચ્ચ અધિકારીઓ અને તેમના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.

    સાંસ્કૃતિક કાર્યક્રમોનું વિશેષ આકર્ષણ
    મહોત્સવ દરમિયાન ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિની ઝાંખી કરાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં મોતીપુરા ફોક હેરિટેજ દેશી રાસગરબા, કચ્છી ફ્યુઝન લોકનૃત્ય તેમજ વ્યાસબંધુઓ દ્વારા પ્રસ્તુત કરાયેલા પ્રાચીન અને અર્વાચીન રાસ-ગરબાએ ઉપસ્થિત તમામ મહેમાનો અને ખેલૈયાઓનું મન મોહી લીધું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-10-2026 Max Temp : °C Min Temp : °C
apply