અમરેલીઃ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની હાજરીમાં ઇશ્વરીયા ગામે પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરાયું
Live TV
-
તંદુરસ્ત બાળકો સ્વસ્થ નાગરીક બની સ્વસ્થ ભારત નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે અમરેલી નજીક ઇશ્વરીયા ગામે પ્રાથમિક શાળાનું લોકાર્પણ પ્રસંગે બોલતા કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ આ મુજબ જણાવ્યું હતું.
અમરેલી જિલ્લાના કુપોષિત બાળકોને સુપોષીત કરવા માટેની ઝુંબેશનો પ્રારંભ કરાવતા પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે, બાળકોને સુપોષીત કરવા યોગ્ય કાળજી અને જાગૃતિની જરૂર છે. પુરુષોત્તમ રૂપાલાએ આ પ્રસંગે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી હતી.કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ગામડાઓના વિકાસ માટે ગ્રામ્ય કક્ષાએ વિકાસ ઉત્સવ ઉજવવા સૌને આહવાન કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રસંગે શાળા નવીનીકરણ માટે ગામના આગેવાનોને અભિનંદન પાઠવતા કહ્યું કે, રાજ્ય સરકારે શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ પ્રસંગે તંદુરસ્તી બાળક સ્પર્ધાના 18 વિજેતા બાળકોને મહાનુભાવોના હસ્તે મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. આ પ્રસંગે રામ કથાકાર મોરારીબાપુ, મહિલા સાંસદ હેમા માલીની, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી સહિત રાજકીય - સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.