AMA ખાતે ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટીમાં 35મો દિક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો
Live TV
-
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટીમાં 35મો દિક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં 2 હજાર 106 ડિગ્રી અને ડિપ્લોમા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. એમ.એસ. યુનિવર્સિટીના કુલપતિ વી.કે.શ્રીવાસ્તવે આ સમારંભનું અધ્યક્ષ સ્થાન હતું.તેમના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટી તક ઉભી કરી છે. વિદ્યાર્થીઓ પોતાના રુચિ પ્રમાણેના વિષયો ભણીને કારકિર્દી ઘડી શકે છે. તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદના વિદ્યાર્થીની દર્શિતા અગ્નિહોત્રીએ બેચલર ઓફ લાઈબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક મેળવી ને ગોલ્ડ મેડલ મેળવ્યો છે.