Skip to main content
Settings Settings for Dark

અમરેલીઃ માસ્ક ન પહેરનાર દુકાનદારો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ

Live TV

X
  • અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં રાજુલા નગરપાલિકા દ્વારા માસ્ક ન પહેરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.

    તાલુકાના વિવિધ વિસ્તારમાં નગરપાલિકાની ટીમ દ્વારા ઓચિંતુ ચેકિંગ કરાયું હતું. જેમાં દુકાનદાર સરકારની ગાઇડલાઈનનું પાલન ના કરતા ૨૮ થી ૩૦ દુકાનદાર સામે પગલાં લેવાયા હતા.

    હાલ દેશમાં કોરોનાની મહામારી વચ્ચે આવી બેદરકારી દાખવવા બદલ ૨૦૦/- રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. રાજુલા નગરપાલિકાની ટીમ દ્વારા ૨૮ હજાર રૂપિયાનો દંડ અને ૨૫ થી ૩૦ દુકાનોમાં સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝરનો ઉપયોગ ન થતો હતો તેવી 28 દુકાનોને ત્રણ દિવસ માટે સીલ કરવામાં આવી છે.

    રાજુલા નગરપાલિકા અને પ્રાંત કચેરી અને પોલીસના સહયોગથી માસ્ક ન પહેરનાર સામે તથા જાહેરમાં થુંકનારને ૨૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply