અમરેલીઃ સિનિયર સિટીઝન પાર્ક ખાતે પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે “અમૃત ખેડૂત બજાર”નું કરાયું આયોજન
Live TV
-
અમરેલીઃ સિનિયર સિટીઝન પાર્ક ખાતે પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે “અમૃત ખેડૂત બજાર”નું કરાયું આયોજન
આત્મા પ્રોજેક્ટ અમરેલી અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે જિલ્લાનાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે અભિયાનનાં રૂપમાં કામગીરી કરે છે. અમરેલીમાં સિનિયર સિટીઝન પાર્ક ખાતે પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે “અમૃત ખેડૂત બજાર”નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય અને તેમને પોષણક્ષમ ભાવ મળે તે માટે “અમૃત ખેડૂત બજાર” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બજારમાં જુદા-જુદા તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાની ખેત પેદાશો સાથે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર દહિયાએ અમૃત બજારમાં વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. ઉપરાંત શહેરના લોકોએ પણ સ્ટોલની મુલાકાત લઈને વિવિધ પ્રાકૃતિક ચીજ વસ્તુઓની ખરીદી કરી હતી.
