અમરેલીના સાવરકુંડલામાં ટ્રક ઝૂંપડામાં ઘૂસી જતા 8 લોકોના મોત, 2 ઇજાગ્રસ્ત થયા
Live TV
-
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાં આવેલ રેલ્વે ફાટક પાસે મોડિફાઇડ ક્રૈનના ચાલક ડ્રાયવર દ્વારા ગમખ્વાર અકસ્માતના બનાવમાં ૮ લોકો મૃત્યુ થયા. જયારે બે લોકો ઇજાગ્રસ્ત થતા તેમની સારવાર ચાલી રહી છે. રાત્રે 2.30 વાગ્યાના સમયની આસપાસ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના બાઢડા ગામે આવેલ દત્ત હોટલની બાજુમાં સાવરકુંડલાથી રાજુલા તરફ જતા રેલવે ફાટકના ૨૦૦ મીટર પહેલા વળાંક ઉપર, રોડની જમણી સાઇડ ઝુંપડામાં રહેતા લોકો ઉપર મોડિફાઇડ ક્રૈન દ્રારા અકસ્માત સર્જાતા ૮ લોકો મૃત્યુ પામ્યા અને બે લોકો ઇજા થયા. પોલીસે આરોપી ક્રેન ચાલકને કસ્ટડીમાં પણ લઇ લીધો છે.
