Skip to main content
Settings Settings for Dark

વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી આવતીકાલે રાજપીપળામાં યોજાશે

Live TV

X
  • વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી આવતીકાલે રાજપીપળામાં યોજાશે. રાજ્ય સરકારના સુશાસન કાર્યક્રમો અંતર્ગત આવતીકાલે રાજ્યમાં વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત 53 આદિવાસી તાલુકાઓમાં વિવધ કાર્યક્રમો યોજાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીઅને વનમંત્રી ગણપતસિંહ વસાવા રાજપીપળાથી કાર્યક્રમનો શુભારંભ કરાવશે. વિશ્વ આદિવાસી દિવસે પ લાખ વિદ્યાર્થીઓને પ્રી-મેટ્રીક શિષ્યવૃત્તિહેઠળ ૮૦ કરોડ રૂપિયાની ચુકવણી થશે. બીરસા મુંડા આદિવાસી વિશ્વ વિદ્યાલયનું ખાતમુહૂર્ત કરાશે. હળપતી આવાસ યોજના હેઠળ ૨૦૦૦ આવાસો તેમજ અન્ય આવાસ યોજના હેઠળ ૧૦૦૦ આવાસોના હુકમો આપવામાં આવશે. વ્યક્તિગત યોજનાના કુલ ૨૦૦૦૦ લાભાર્થીઓને ૫૬ કરોડ રૂપિયાની સહાયનું વિતરણ કરાશે. ૩૫૫ કરોડ રૂપિયાના ખર્ચે ૧૪૯ કામોનું લોકાર્પણ અને ૪૬૨ કરોડ રૂપિયાના ખર્ચે ૩૭ કામોનું ખાતમુહર્ત એમ કુલ ૮૧૭ કરોડ રૂપિયાના વિકાસકામોનો લાભ આદિવાસી જનતાને મળશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply