Skip to main content
Settings Settings for Dark

અમરેલીમાં આવેલા ભુરખીયા હનુમાનજી મંદિરે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, 437 વર્ષ જૂનું છે મંદિર

Live TV

X
  • હનુમાન જયંતિ નિમિતે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ભુરખીયા હનુમાનજી મંદિરે ભક્તોનું ધોડાપૂર ઉમટ્યું. હનુમાન જયંતિ નિમિત્તે લોકો પદયાત્રા કરી આવતા હોય અમરેલી જામનગર લાઠી અલગ અલગ ગામમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ સાંજના પાંચ વાગે ચાલતા ચાલતા સવારે મંગળા આરતીમાં પહોંચ્યા અને આરતીનો લાહ્વો લીધો હતો.

    હનુમાન જયંતી નિમિત્તે ભોજન ભજન અને સેવાનો લાહો લેવા લોકો ઉમટી પડ્યા છે. આ પદયાત્રામાં જિલ્લાભરમાંથી આવતા લોકો માટે ઠંડાપીણા સ્ટોર તેમજ અલગ અલગ પ્રકારના સેવાકી પ્રવૃત્તિઓમાં લોકો જોડાયા હોય છે જેમાં સાંસદ તેમજ ધારાસભ્ય પણ આ સેવામાં જોડાયા હતા.  

    હનુમાનજીનું મંદિરનો સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રે સમાવેશ કરવામાં આવ્યો છે.  જેની ગ્રાન્ટ માંથી સુંદર બગીચા નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું નામ જાનકી ગાડા રાખવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ કરવામાં આવ્યું સાથે નવનિર્મિત મંદિરનું સંભવિત મોડેલનું અનાવરણ કરવામાં આવ્યું.

    શું છે મંદિરનો ઈતિહાસ

    અમરેલી જિલ્લામાં લાઠી તાલુકાના ભુરખીયા ગામે આવેલું તીર્થધામ ભુરખીયા હનુમાનજીનું મંદિર 437 વર્ષ જૂનું પ્રાચીન મંદિર છે અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અભિનેત્રી આશા પારેખના કુળદેવ હોવાથી તે પણ નિયમિત આ મંદિરે આવે છે.

    અમરેલી જિલ્લામાં આજથી 437 વર્ષ પૂર્વે વિક્રમ સંવત 1642માં વીરમગામની ભાગોળે ગોલવાડ દરવાજા બહાર મેદાનમાં અયોધ્યાના સંત રઘુવીરદાસની જમાતના ત્રણસો જેટલા ખાખી સાધુઓ ઊતર્યા હતો મહાત્મા દામોદરદાસજી પોતાની રાવટીમાં એક રાત્રે નિંદ્રાધીન થયા હતા ત્યારે તેમને સ્વપ્નમાં હાલમાં લાઠી અને દામનગર વિસ્તારમાં એક મોટું જંગલ હતું ત્યાં ટેકરા પર ચૈત્ર મહિનાની પૂર્ણિમા સુધીમાં પહોંચી જવાનું અને એ દિવસની રાત્રે ત્યાં હનુમાનજીનું પ્રાગટ્ય થવાનું હોવાની સૂચના મળી હતી.

    લોકવાયકા અનુસાર કવિ પીંગળશી ગઢવીને અહીં આ મંદિરનો પરચો થયો હતો. જે તે સમયે જંગલ હતું ત્યાં હવે આખુ ગામ વિકસી ગયું છે અને ચૈત્રી પુનમના દિવસે અહીં મોટો મેળો ભરાય છે જેમાં દર્શન માટે એક લાખ કરતા પણ વધારે લોકો ઉમટી પડે છે. અહીંયા બ્રાહ્મણોની ચોર્યાસી કરવાનું પણ વિશેષ મહત્વ છે. મંદિર ટ્રસ્ટ અને સરકાર અહીં યાત્રીઓ માટે રહેવા, જમવા સહિતની તમામ સુવિધાઓ ઊભી કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply