Skip to main content
Settings Settings for Dark

અમરેલીમાં જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ સંપન્ન

Live TV

X
  • અમરેલીમાં જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ સંપન્ન: વિદ્યાર્થીઓએ નાટકો દ્વારા વિજ્ઞાન અને આત્મનિર્ભર ભારતનો સંદેશ આપ્યો

    વિજ્ઞાન અને કલાના અદભુત સંગમ સમાન જિલ્લા કક્ષાના 'નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ'નું અમરેલી ખાતે શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ અને બાલભવન અમરેલીના સંકલનથી યોજાયેલા આ વિજ્ઞાન નાટ્યોત્સવમાં ધોરણ 6 થી 10 ના અંદાજે 120 જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

    નાટકો દ્વારા જનજાગૃતિ અને વિજ્ઞાનનો પ્રસાર
    આ ફેસ્ટિવલ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાની કલા અને અભિનયના માધ્યમથી વિજ્ઞાન જેવા ગંભીર અને રસપ્રદ વિષયોને બહુ જ સરળતાથી રજૂ કર્યા હતા. નાટકોના માધ્યમથી બાળ કલાકારોએ આત્મનિર્ભર ભારતની પરિકલ્પના, વૈજ્ઞાનિક વિચારસરણી, દૈનિક જીવનમાં વિજ્ઞાનની ભૂમિકા અંગે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો.

    વિદ્યાર્થીઓની આ અદ્ભુત કલા અને વિજ્ઞાન પ્રત્યેની સમજને ઉપસ્થિત મહાનુભાવો, શિક્ષકો અને વાલીઓ દ્વારા ભારે બિરદાવવામાં આવી હતી. આ પ્રકારના આયોજનોથી બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની સાથે-સાથે તેમની કલાત્મક શક્તિઓને પણ પ્રોત્સાહન મળે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
apply