અમરેલીમાં પશુપાલક અવિશ્વનીય સાંઢને ભાડે આપીને કરી રહ્યો લાખો કમાણી
Live TV
-
ત્રણ ગાયોનો ખોરાક એક્લો આ કોહિનુર સાંઢને આપવામાં
અમરેલી જિલ્લો ખેતી સાથે સંકળાયેલો જિલ્લો છે. સાથે સાથે પશુપાલનમાં પણ અમરેલી જિલ્લાએ રાજ્યમાં આગવવું સ્થાન કાઢ્યું છે. જેમાં અમરેલી જિલ્લાના દામનગર તાલુકાના રાભડા ગામના પશુપાલકે ગીર પ્રજાતિની ગાયોના સંવર્ધન માટે કોહિનુર નામના સાંઢને ભાડે આપીને લાખોની કમાણી કરી રહ્યા છે.
શારીરિક રીતે મજબૂત ગણાતા સાંઢનું નામ કોહિનુર છે
આ પશુપાલકે ગીર ગૌશાળામાં આજથી 11 માસ પહેલા પાળીયાદ નજીકથી ઝેડ બ્લેક કલરનો સાંઢ ખરીદીને લાવ્યા હતા. આ સાંઢની કાળજીપૂર્વક સંભાળને કારણે સાંઢની ઊંચાઈ 6 ફૂટ જેવું થઈ છે. ત્યારે આ શારીરિક રીતે મજબૂત ગણાતા સાંઢનું નામ કોહિનુર છે. આ કોહિનુર સાંઢ ગીર ગૌશાળામાં રહે છે. તે ઉપરાંત તેની સાથે અન્ય 37 ગાય પણ રહે છે.
ત્રણ ગાયોનો ખોરાક એક્લો આ કોહિનુર સાંઢને આપવામાં
તો આ ગૌશાળામાં તમામ પશુઓની સાર સંભાળ પશુપાલક પ્રદીપ પરમાર કરી રહ્યા છે. જોકે આ ત્રણ ગાયોનો ખોરાક એક્લો આ કોહિનુર સાંઢને આપવામાં અવે છે. આ સાથે-સાથે સાંઢ કોહિનુરની ચાલવાની છટા અને રૂપ સાથે ઝેડ બ્લેક કલરને કારણે આકર્ષિત લાગે છે. તો જ્યારે આ સાંઢનું બ્રિડીગ જે પણ ગાય સાથે થાય છે. ત્યારે વાછરડી જ જન્મ લેતી હોવાથી અત્યાર સુધીમાં આ ત્રણેક વર્ષના કોહિનુર સાંઢમાંથી 3 ગાયને જન્મ આપ્યા છે. આ કોહિનુર સાંઢ લાખો સાંઢ માંથી એકમાત્ર એવો ઝેડ બ્લેક કલરનો હોવાથી પશુપાલક ખુબ જ કાળજીપૂર્વક તેની સંભાળ કરવામાં આવી રહી છે.
શુપાલનમાં લાખોની કમાણી કરતો પશુપાલક તરીકે પ્રચલિત
હાલમાં, ગાંધીનગરના ગામડામાં આ કોહિનુર સાંઢને 8.50 લાખમાં 4 મહિના માટે ભાડે આપીને પશુપાલક પ્રદીપ પરમારે પશુપાલનમાં ઝેડ બ્લેક કલરમાં પ્રજાતિ વિકસાવવા માટે ભાડે આપીને લાખોની કમાણી કરી છે. તો હાથી જેવી હાઈટ અને કદાવર સાંઢથી પ્રચલિત બનેલા પ્રદીપ પરમારે પોલીસની નોકરીમાંથી રાજીનામું આપીને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયા છે. આ પશુપાલનનો વ્યવસાય તેમનો વારસાગત છે. જેથી કોહિનુર જેવા બ્લેક ઝેડ સાંઢ સાથે ગૌશાળામાં અનેક ગાયોનું જતન કરીને પશુપાલનમાં લાખોની કમાણી કરતો પશુપાલક તરીકે પ્રચલિત બન્યા છે.