અમરેલી જિલ્લામાં સાવરકુંડલા ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ
Live TV
-
ગુજકોમાસોલના સહયોગથી રાજ્યભરમાં 4 હજાર જેટાલા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળની કરવામાં આવશે
અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો. સાવરકુંડલા ખાતે ધારાસભ્યમહેશ કસવાલા અને જિલ્લા સહકારી સંઘના પ્રમુખ મનીષ સંઘાણીની અધ્યક્ષતામાં ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખેડૂતોને બજાર ભાવ 1 હજારથી લઈને 1150 સુધી મળી રહ્યા છે. જ્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતોને 1,356 ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. ટેકાના ભાવે ખરીદી માટે લગભગ 4 હજાર જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. ગુજકોમાસોલના સહયોગથી તેમની પાસેથી ટેકાના ભાવે મગફળની કરવામાં આવશે. ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ખેડૂતોને પેંડા ખવડાવી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે