અમરેલીમાં સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાના મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે ગુજરાતની મુલાકાતે છે. અમરેલી જિલ્લામાં સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાના મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે ગુજરાતની મુલાકાતે છે. અમરેલી જિલ્લામાં સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાના મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઈન્ડિયન ઓઈલના સહયોગથી પાંચ એમ્બ્યુલન્સ તેમજ ડીજીટલ યુગમાં ગામડે ગામડે ફરી જનજાગૃતિ અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપનારા વાહનનું કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે સંબોધનમાં જણાવ્યું હતું કે બેકિંગથી લઈને એટીએમનો ઉપયોગ ઓન લાઈન ટ્રાન્જેક્શન ઉપરાંત ખેડૂતો પોતાના પાક વિશે ઓન લાઈન માહિતી પણ આપી શકે અને ખેડૂત ડિજીટલ બને તેવું સુંદર આયોજન કેન્દ્ર સરકાર કરી રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સહકાર ક્ષેત્રે થયેલા વિકાસનો સાક્ષી દેશ અને દુનિયા બની છે. આ સામાન્ય સભામાં નાફસ્કોબ ચેરમેન અને પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી તેમજ આર.સી. ફળદુ સાંસદ નારણભાઈ કાછડીયા તેમજ જિલ્લાની સહકારી સંસ્થાઓનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે દેશની સરહદે ઉદભવેલી પરિસ્થિતિ વિશે પોતાની પ્રતિક્રિયા આપતા વડોદરામાં પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે કાશ્મીરમાં સેના સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસ સંપૂર્ણ તાલમેલ અને સંકલ્પ સાથે કામ કરી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભારતના સ્વાભિમાનના રક્ષણ માટે જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય બનશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ગૃહમંત્રી રાજનાથ સિંહે વડોદરાના દાંડિયા બજાર સ્થિત ગણેશ પંડાલની મુલાકાત લીધી હતી. અહીં રાજનાથ સિંહ ગણેશજીની પૂજા અર્ચના અને આરતીમાં સહભાગી થયા હતા અને બાપ્પાના આર્શિવાદ મેળવ્યા હતા. ત્યારબાદ શ્રીજીને સુવર્ણ જડિત પીતાંબર અર્પણ કર્યુ હતું. આ પ્રસંગે વડોદરાના મેયર ધારાસભ્યો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
