Skip to main content
Settings Settings for Dark

આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપાની પ્રદેશ કારોબારીની બેઠક યોજાઈ

Live TV

X
  • ગાંધીનગરમાં કમલમ્ ખાતે  પ્રદેશ કારોબારીની બેઠક યોજાઈ

    આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ થઈ રહી છે, આગામી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને  ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ થઈ રહી છે. તેના ભાગરૂપે ગાંધીનગરમાં કમલમ્ ખાતે  પ્રદેશ કારોબારીની બેઠક યોજાઈ હતી. જેમાં લોકસભાની ચૂંટણીમાં  રાજ્યની 26 બેઠકો પર વિજય પ્રાપ્ત કરવાનો  પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત નર્મદા ખાતે તૈયાર થઇ રહેલ સરદાર પટેલની વિશાળ પ્રતિમાના  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થનાર લોકાર્પણ વિશે  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા માહિતી આપવામાં આપી હતી. તેમણે કહ્યું  કે સ્ટેચ્યુ ઓફ યૂનિટીના લોકાર્પણ પહેલાં  વિવિધ કાર્યક્રમો સાથે  રાજ્યના 10 હજાર ગામમાં  સ્ટેચ્યુ ઓફ યૂનિટીનો રથ ફરશે. તેમાં એક વિડિઓ કલીપ પણ બતાવવામાં આવશે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર આયુષમાન ભારત યોજના અંગેની માહિતી  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આપવામાં આવી હતી. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઈના મૃત્યુ બાદ મળેલી  પહેલી કારોબારી બેઠકમાં  કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા દ્વારા  શોક પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી  તેમજ પક્ષના હોદ્દેદારો  અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply