અમરેલી જિલ્લામાં શરુ થશે સ્પોર્ટ્સ કૉલેજ, આમ કરો અરજી
Live TV
-
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 15 જૂન
ગાંધીનગર સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા વર્ષ 2024-25માં દરેક જિલ્લામાં સ્પોર્ટસ કોલેજ શરુ કરવામાં આવશે. અમરેલી જિલ્લામાં સ્પોર્ટસ કોલેજ શરુ કરવા માટે રસ ધરાવતી સરકારી, ખાનગી કોલેજ સંસ્થાઓએ sportsatuthority.gujarat.gov.in પર 15 જૂન સુધીમાં ઓનલાઈન અરજી શકે છે. જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ પસંદગી માટેના ધારા-ધોરણો, રમત –ગમત, તેમજ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના ઠરાવમાં દર્શાવ્યા મુજબ સરકારી અને ખાનગી કોલેજ અથવા સંસ્થા UGC માન્ય યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજ હોવાનું આવશ્યક છે. રમતના મેદાનો માટે ઓછામાં ઓછી 5 એકર જમીન ઉપલબ્ધ હોવી આવશ્યક છે, જેમાં યુનિવર્સિટી કોલેજમાં ઉપલબ્ધ મેદાન અને ઇન્ડોર રમતની માળખાકીય સુવિધાઓનો પણ સમાવેશ થાય છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના જિલ્લા રમત સંકુલ નજીકની કોલેજ હોય તો તેને છૂટછાટ આપી શકાશે તેમજ ડી.એલ.એસ.એસ શાળાની નજીકની કોલેજ યુનિવર્સિટીને અગ્રતા આપવામાં આવશે. આ ઉપરાંત ઓછામાં ઓછી 200 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનિઓ માટે હોસ્ટેલ સુવિધા અને પ્રાથમિક સુવિધા અને વિકસિત મેદાન ઉપલબ્ધ હોય તે પ્રથમ પસંદગીને પાત્ર ગણવામાં આવશે.
