Skip to main content
Settings Settings for Dark

અમરેલી તાલુકાના અમરપુર વરૂડી મુકામે નવા નીરના વધામણા

Live TV

X
  • અમરેલી તાલુકાના અમરપુર વરૂડી મુકામે ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે ગામના જળાશયોમાં નવા નીરની આવક થતાં ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

    આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જળાશય ખાતે નવા નીરનું પૂજન કરી વધામણા કર્યા હતા. નવા નીરના આગમનથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. વરસાદથી જળસ્રોતો પુનઃજીવિત થતાં આગામી સમયમાં સિંચાઈ તેમજ પશુપાલન સહિતની પ્રવૃત્તિઓને પણ લાભ થવાની આશા સેવાઈ રહી છે.

    વરસાદી પાણીનો દરેક ટીપો અમૂલ્ય છે. જળસંચયના માધ્યમથી વરસાદી પાણીને વધુમાં વધુ સંગ્રહિત કરી તેનો યોગ્ય ઉપયોગ કરવો એ સૌની જવાબદારી છે. ગામડાંઓમાં આવેલા તળાવો, ચેકડેમ અને અન્ય જળસંચયના સ્થળોમાં નવા નીરની આવક થવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર થાય છે.

    વરૂડી ખાતે નવા નીરના વધામણાના આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, ગ્રામજનો, ખેડૂતો તથા સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-08-2026 Max Temp : °C Min Temp : °C
apply