Skip to main content
Settings Settings for Dark

અમરેલી : માર્ગો પર "સંકલ્પ લઇએ મતદાન કરશું" લખાણ કરી મતદાન માટે સંદેશ આપવામાં આવ્યો

Live TV

X
  • લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં નાગરિકોની ભાગીદારિતા વધે અને મહત્તમ મતદાન થાય એ માટે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. 

    સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન(SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. નાગરિકો પોતે પણ મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે એવી અપીલ કરવામાં આવી હતી.

    મતદાન જાગૃતિ માટે હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓના ભાગરુપે TIP Nodal જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને કેમ્પસ એમ્બેસેડર સાથે લાઇવ સંવાદ યોજવામાં આવ્યો હતો, જેમાં કેમ્પસ એમ્બેસેડરને મતદાનનું મહત્વ સમજાવી વધુમાં વધુ યુવા મતદાતાઓને મતદાન કરવા માર્ગદર્શન આપવામાં આવે મતદાન માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. 

    નાગરિકોએ મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની તેમની ફરજ એમ બેવડી ભૂમિકા નિભાવી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત 14-અમરેલી લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ગારિયાધાર તાલુકાના ભમરીયા ગામે ગામના રસ્તા પર મતદાન જાગૃતિ માટે જાહેર માર્ગો પર મતદાતાઓને મતદાન માટે જાગૃત કરવા લખાણ “સંકલ્પ લઇએ મતદાન કરશું” કરવામાં આવ્યું હતું. 

    નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવવા અને વધુમાં વધુ મતદાન માટે ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
apply