અમર ડેરી દ્વારા કિલો ફેટે રૂપિયા 10નો વધારો કરાયો
Live TV
-
અમરેલી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમીટેડના ડિરેકટર તથા બોર્ડ ઓફ ડિરેકટર્સની ઉપસ્થિતીમાં કરાયો નિર્ણય
અમરેલીમાં ખેડૂતો અને પશુ પાલકોને અમર ડેરીએ ખુશીના સમાચાર આપ્યા છે. અમરેલી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમીટેડ અમર ડેરી દ્વારા વિવિધ દૂધ મંડળી તથા બી.એમ.સી.ના પોઇન્ટ પરથી રોજનું અંદાજે બે લાખ લીટર દૂધ એકઠુ કરવામાં આવે છે. અમરેલી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમીટેડના ડિરેકટર તથા બોર્ડ ઓફ ડિરેકટર્સની ઉપસ્થિતીમાં થયેલ નિર્ણય અનુસાર ઘાસચારા અને ખાણ દાણના ભાવમાં વધારો થવાના કારણે પશુપાલકોના હિત અને દૂધના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કિલો ફેટે રૂપિયા 10નો વધારો કરાયો છે. હવે પશુપાલકનું 10 ફેટનું દૂધ હશે તે તેમને 55.62 રૂપિયા મળશે.
