Skip to main content
Settings Settings for Dark

અમિત શાહે અમદાવાદ સ્થિત ભાડજ સર્કલ નિર્માણ પામેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું

Live TV

X
  • ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ સ્થિત ભાડજ સર્કલ પર 73 કરોડ 33 લાખના ખર્ચે નિર્માણ પામેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું. ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા અમિત શાહે આજે અમદાવાદ સ્થિત ભાડજ સર્કલ પર 73 કરોડ 33 લાખના ખર્ચે નિર્માણ પામેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું. AUDA દ્વારા નિર્મિત આ બ્રિજ કાર્યરત થતાં ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. 27 મીટરની પહોળાઇ ધરાવતો આ 6 લેન બ્રિજ કાર્યરત થતા ઉત્તર અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના રોડ પરિવહનની ઝડપ વધશે. 

    અમિત શાહની રજૂઆતને પગલે ગુજરાત સરકારે ફતેવાડી - ખારીકટ પ્રોજેકટમાં 164 ગામોનો સમાવેશ કરતા 53 હજાર 215 હેકટર જમીનનાં સિંચાઈ માટે નર્મદાના નીર મળવા લાગ્યા છે. જેનો આભાર માનવા માટે ખેડૂતો દ્વારા ઋણ સ્વીકાર પરિષદનું આયોજન કરાયું હતું. અમિત શાહ આવતીકાલે પણ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply