પ્રધાનમંત્રીની આગેવાનીમાં કેન્દ્ર સરકાર દેશમાં આરોગ્ય અને તબીબી માળખાકીય સુવિધા વિકસાવવાને પ્રાથમિકતા આપી રહી છે - અમિત શાહ
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. તેઓ ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું ઉદધાટન કર્યું. જે અંતર્ગત તેમણે સાણંદમાં તૈયાર થનારી ESIC હોસ્પિટલની શીલાન્યાસ વિધી કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકાર દેશમાં આરોગ્ય અને તબીબી માળખાકીય સુવિધા વિકસાવવાને પ્રાથમિકતા આપી રહી છે. સાણંદમાં 350 પથારીની ESIC હોસ્પિટલનો શિલાન્યાસ કર્યા બાદ સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે, દેશમાં 2013-14 માં મેડિકલ કોલેજોની સંખ્યા 387 હતી જે આજે વધીને 596 થઈ છે. MBBSની બેઠકો 90 હજાર સુધી વધારવામાં આવી છે. આ નવી હોસ્પિટલ થકી સાણંદ ઔદ્યોગિક વિસ્તારના સાણંદની નજીકના ગામડાઓના લોકોને તમામ પ્રકારની તબીબી સુવિધા ઘર આંગણે મળશે. 500 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારી આ હોસ્પીટલમાં ICU, પેથોલોજી લેબ, સર્જરી સહિત અનેક આધુનિક સુવિધાઓ હશે. જેનો 12 લાખથી વધુ કામદારો અને તેમના પરિવારને સીધો લાભ થશે.
