અમિત શાહે નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્સનું કર્યું ઉદ્ઘાટન
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદમાં નારણપુરામાં આવેલા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ કોમ્પલેક્સનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે દુનિયામાં સૌથી લાંબુ સ્વિમિંગ વીર સાવરકરે કર્યું છે. સાથે જ તેમણે જણાવ્યું કે કોમનવેલ્થ 2030માં અમદાવાદમાં રમાશે અને ઓલિમ્પિકના પ્રયાસ થઈ રહ્યા છે.
અમિત શાહ નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદઘાટનનો કાર્યક્રમ પતાવી સીધા એરપોર્ટ જવા રવાના થઈ ગયા છે. અગાઉ તેઓ સાંજે શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે અમદાવાદ અને ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ સાણંદ, કલોલ અને બાવળા નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવાના હતા, જેમાં વરસાદી પાણી ભરાવવા ગટર અને અન્ય પ્રાથમિક સુવિધાઓને લઈને નાગરિકોને પડતી હાલાકીઓના પ્રશ્નો અંગે ચર્ચા કરવાના હતા. જોકે અચાનક જ તેઓ આ બેઠકનો કાર્યક્રમ રદ કરી સીધા અમદાવાદ એરપોર્ટ જવા રવાના થઈ ગયા છે.
વડાપ્રધાને સામેથી બોલાવીને કહ્યું વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવો: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સૌથી પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. વર્ષ 1960થી ગ્રીન બેલ્ટ બનેલો હતો. હું અહીંયા નારણપુરામાં રહ્યો છું. આ જગ્યાનો સ્પોર્ટ્સ કોમ્પલેક્સ તરીકે ઉદ્ધાર થયો નહીં. વર્ષ 2019 પછી હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ગયો અને કહ્યું મારા ઘરથી 400 મીટર દૂર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવવું છે. બાદમાં મને વડાપ્રધાને સામેથી બોલાવીને કહ્યું સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવો પરંતુ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવો.
દુનિયામાં સૌથી લાંબુ સ્વિમિંગ વીર સાવરકરે કર્યું: અમિત શાહ
દેશમાં રમત ગમતની સૌથી પહેલી શરૂઆત ભારતમાં થઈ છે.છેલ્લા 10 વર્ષમાં ભારતમાં સ્પોર્ટ્સમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. દુનિયામાં સૌથી લાંબુ સ્વિમિંગ વીર સાવરકરે કર્યું છે. વીર સાવરકરને જ્યારે અંગ્રેજો જહાજમાં લાવી રહ્યા હતા ત્યારે તેઓ પગમાં અને હાથમાં બેડીઓ સાથે સમુદ્રમાં કૂદ્યા અને તરીને ફ્રાન્સ આવ્યા હતા. દુર્ભાગ્યે અંગ્રેજોએ તેમને પકડીને ભારત લાવ્યા અને તેમને એક જીવનમાં 2 જન્મટીપની સજા થઈ હતી.
