ગીર સોમનાથનો હિરણ-2 ડેમ 100 ટકા ભરાયો
Live TV
-
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ઉમરેઠી ગામે આવેલો હિરણ-2 ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. આ કારણે ડેમના હેઠવાસમાં આવતા 23 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.
ડેમ 29 ફૂટની પૂર્ણ સપાટીએ પહોંચી ગયો છે. હાલમાં 754 ક્યુસેક પાણીની આવક છે. બે દરવાજા 0.10 મીટર ખુલ્લા રાખીને ડેમનું રૂટ લેવલ જાળવવામાં આવી રહ્યું છે.
હિરણ-2 ડેમ 24 ગામોની હજારો એકર ખેતીની જમીનને સિંચાઈ પૂરી પાડે છે. આ ઉપરાંત વેરાવળ-પાટણ શહેર, ચોરવાડ જૂથ યોજના અને સોમનાથ ટ્રસ્ટને પીવાનું પાણી પૂરું પાડે છે. ઔદ્યોગિક એકમો જેવા કે ઈન્ડિયન રેયોન અને GHCL ને પણ આ ડેમમાંથી પાણી આપવામાં આવે છે.
એલર્ટ કરાયેલા ગામોમાં તાલાલા તાલુકાના 3, વેરાવળ તાલુકાના 18 અને સુત્રાપાડા તાલુકાના 2 ગામોનો સમાવેશ થાય છે. જો વરસાદ વધશે અને પાણીની આવક વધશે તો વધુ દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
