Skip to main content
Settings Settings for Dark

રાજકોટમાં કેન્દ્રીય મંત્રી તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વિવિધ કાર્યક્રમોમાં રહ્યા ઉપસ્થિત

Live TV

X
  • રાજકોટમાં કેન્દ્રીય મંત્રી તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વિવિધ કાર્યક્રમોમાં રહ્યા ઉપસ્થિત

    કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાલમાં રાજકોટના પ્રવાસે છે, જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમો અને બેઠકોમાં વ્યસ્ત રહ્યા હતા.

    પાટીલે સૌ પ્રથમ સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી, જેમાં પક્ષના સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ બેઠક બાદ તેમણે ગીર ગંગા ટ્રસ્ટની મુલાકાત લીધી હતી.

    ત્યાર બાદ, પાટીલે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે મહાનગરપાલિકાને લગતા પ્રશ્નો સાંભળ્યા અને તેના નિવારણ માટે જરૂરી ચર્ચાઓ કરી હતી. આ ઉપરાંત, તેમણે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ મંત્રણા કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે માહિતી મેળવી હતી.

    આ મુલાકાત દરમિયાન, સી.આર. પાટીલે ઉદ્યોગકારો સાથે પણ એક બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે ઉદ્યોગ અને વેપાર જગતની મુશ્કેલીઓ અને પડકારો વિશે ચર્ચા કરી હતી, અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ખાતરી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply