લોહાણા મહાપરિષદ દ્વારા ગ્લોબલ સરસ્વતી સન્માન 2025નું ભવ્ય આયોજન: 192 પ્રતિભાઓનું સન્માન
Live TV
-
મહેસાણા: ફેબહીન્દ કંપનીમાં વીજ કરંટથી બે કામદારોના મોત, છ ઘાયલ
મહેસાણાના નિરમા-મંડાલી નજીક આવેલી ફેબહીન્દ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એક ગમખ્વાર ઘટના બની છે, જેમાં વીજ કરંટ લાગવાથી બે યુવાનોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે અન્ય છ યુવાનો ઘાયલ થયા છે.
આ ઘટના ત્યારે બની જ્યારે કંપનીમાં હાઇડ્રોલિક મશીનથી કામ કરી રહેલા બે કામદારોને અચાનક વીજ કરંટ લાગ્યો. તેમને બચાવવા ગયેલા અન્ય છ યુવાનો પણ કરંટની ઝપેટમાં આવી ગયા હતા.
વીજ કરંટ લાગતા આ તમામ આઠ લોકોને તાત્કાલિક એસ.એમ.સી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન 25 વર્ષીય અમિત અને 23 વર્ષીય મોનુ નામના બે યુવાનોના મોત નિપજ્યા હતા. અન્ય છ યુવાનો હાલમાં સારવાર હેઠળ છે.
ઘટનાની જાણ થતા જ લાંધણજ પોલીસનો સ્ટાફ તાબડતોડ હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવને પગલે કંપનીના કામદારો અને પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે
