ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એલર્ટ
Live TV
-
ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એલર્ટ
રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ હવામાન વિભાગે આગામી સમયમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૭ તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે.
વરસાદની વર્તમાન સ્થિતિ
સૌથી વધુ વરસાદ અમરેલીના જાફરાબાદ અને અમરેલી શહેરમાં પોણા બે ઈંચ જેટલો વરસ્યો છે. આ ઉપરાંત, વલસાડના કપરાડા અને ગીર સોમનાથના ઉનામાં પણ દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.
આગામી દિવસો માટે આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ દરમિયાન 40કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ભારે વરસાદનું એલર્ટ
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં નીચેના જિલ્લાઓનો સમાવેશ થાય છે: દક્ષિણ ગુજરાત: સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી,સૌરાષ્ટ્ર: ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ.
આગાહીને પગલે સ્થાનિક વહીવટી તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે અને નાગરિકોને પણ જરૂરી સાવધાની રાખવા અપીલ કરવામાં આવી છે.
