Skip to main content
Settings Settings for Dark

અમિત શાહ આજે અમદાવાદમાં,સાયન્સ સિટી ખાતે મહાસંમેલમાં આપી હાજરી

Live TV

X
  • કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે.  આજે તેઓ અમદાવાદમાં  સાયન્સ સિટી ખાતે ગુજરાત રાજય સહકારી સંઘ દ્વારા આયોજિત વિકસિત ભારત વિષયક અંતર્ગત મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.  દેશની આઠ લાખથી વધુ સહકારી સંસ્થાઓ સમારોહમાં જોડાઈ છે. આ ઉપરાંત સહકારિતામાં સમગ્ર દેશમાં 30 કરોડથી વધુ સભાપદો છે.

    સહકારી સંસ્થાઓમાં પરિવર્તનને તળિયે લઈ જવું જરૂરી

    કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે 2025નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની શરૂઆત ભારતથી થઈ. દિલ્હીમાં પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પ્રધાનમંત્રીએ સહકાર દ્વારા સમૃદ્ધિનો સૂત્ર આપ્યો હતો. આજે ગુજરાતમાં સહકારી પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે સહકારમાં પરિવર્તનને તળિયે લઈ જવાની જરૂર છે. વધુમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે વર્ષ 2029 સુધીમાં  દરેક પંચાયતમાં પેક્સ રજિસ્ટ્રેશન કરીને  2 લાખ નવી સેવા સહકારી મંડળીઓ અને ડેરીઓ રજિસ્ટર્ડ કરવાનો સંકલ્પ અંગે માહિતી આપી હતી. તેમજ  સહકારી ક્ષેત્રની સંસ્થાઓ વચ્ચે સહકાર રાખવા ઉપર પણ ભાર મૂક્યો હતો. અમિત શાહે કહ્યુ કે  વડાપ્રધાન મોદીએ સહકારિતા આંદોલનને ફરી જીવંત કર્યું છે.

    આ ઉપરાંત અમિત શાહે  સહકારી સંસ્થાના પાયા સમાન વ્યક્તિની સ્મૃતિમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી અંગે ગુજરાતે નેતૃત્વ લેવાની બાબત પર ભાર મૂક્યો હતો.  તેમણે વધુમાં ઉમેર્યું કે, ડેરી માટે જોઈતા દરેક સાધનો કો-ઓપરેટિવ સંસ્થાઓ મારફતે કરવામાં આવશે.  તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,  સહકારિતાને પ્રોત્સાહન મળે તેના માટે આ વર્ષે બજેટમાં વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે. આઝાદીના 75 વર્ષ પછી પ્રથમ વખત સહકારી યુનિવર્સિટી મળી છે.
     

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
apply