Skip to main content
Settings Settings for Dark

અમૂલ ડેરીને મધના પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવા માટે 75 ટકા સબસીડી મંજૂર કરાઈ

Live TV

X
  • અમૂલ ડેરીને મધના પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવા માટે 75 ટકા સબસીડી મંજૂર કરાઈ

    રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા મિશન મધમાખી કાર્યક્રમ અંતર્ગત મધના પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવા માટે અમૂલ ડેરીને 75 ટકા સબસીડી મંજૂર કરવામાં આવી છે. અમૂલ ડેરીના 77મા સ્થાપના દિવસ સમારોહમાં અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે અમૂલ ડેરી દ્વારા આણંદ, કપડવંજ, ખંભાત, મહેમદાવાદ અને આંકલાવ તાલુકામાં એફપીઓની સ્થાપના કરવામાં આવી છે. જે અંતર્ગત સભાસદોને સસ્તા ભાવે ઘાસચારો આપવામાં આવે છે. તેમજ મધમાખીઓના ઉછેરથી પરાગનયનની પ્રક્રિયા વધુ ઝડપી કરીને ખેત ઉત્પાદન બમણું કરી શકાય છે. 

    કેન્દ્રિય સંદેશા વ્યવહાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે અમૂલ આજે ગ્રામીણ વિસ્તારના નાગરિકોનું સ્મિત છે. તેમણે અમૂલ, એનડીડીબી અને જીસીએમએમએફ આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવાનું સૂચન કર્યું હતું. આણંદના સાંસદ મિતેષ પટેલે જણાવ્યું કે, અમૂલ ડેરી એ ગ્રામીણ ક્ષેત્રે આર્થિક સ્વાવલંબનનું એક માધ્યમ છે. એનડીડીબીના ચેરમેન ડો.મિનેશ શાહે કહ્યું કે અમૂલના મોડેલ પર આજે ભારતના 22 રાજયમાં 240 થી 250 જેટલા દૂધ સંઘો કામ કરી રહ્યા છે અને આશરે બે હજાર કરોડ રૂપિયા પ્રતિદિન દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવે છે. સાથે જ આ પ્રસંગે અમૂલ ન્યુટ્રિબી હની, અમૂલ રીફ્રેશો અને આઇવીએફ લેબનો શુભારંભ કરાયો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply