ડાંગઃ દિવ્યાંગજનો અને વૃધ્ધજનો માટે “એડિપ યોજના અને રાષ્ટ્રિય વયોશ્રી યોજના" હેઠળ સાધન સહાય માટે કેમ્પનું આયોજન
Live TV
-
ડાંગઃ દિવ્યાંગજનો અને વૃધ્ધજનો માટે “એડિપ યોજના અને રાષ્ટ્રિય વયોશ્રી યોજના" હેઠળ સાધન સહાય માટે કેમ્પનું આયોજન
જિલ્લા વહીવટી તંત્ર ડાંગ અને એલીમ્કો, ઉજ્જૈન દ્વારા ડાંગ જિલ્લાના તમામ દિવ્યાંગજનો અને વૃધ્ધજનો માટે “એડિપ યોજના અને રાષ્ટ્રિય વયોશ્રી યોજના" હેઠળ સાધન સહાય માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આહવાની જનરલ હોસ્પિટલમાં યોજાયેલા કેમ્પમાં મોટા પ્રમાણમાં લાભાર્થીઓ આવ્યા હતા. આ કેમ્પમાં ચકાસણી બાદ 40 % થી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને ખાસ કૃત્રિમ હાથ-પગ, વ્હીલચેર, ટ્રાઇસિકલ, ઇલેકટ્રીક મોટર સાયકલ, ઘોડી, કેલીપર્સ, સાંભળવાનું મશીન, એમઆર કીટનો લાભ આપવામાં આવ્યો હતો. તો રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત 60 વર્ષથી વધુ ઉંમરના વૃધ્ધજનો માટે ચશ્મા, સાંભળવાનું મશીન, લાકડી, વોકર, ઘોડી, વ્હીલચેરનો લાભ આપવામાં આવ્યો હતો.
