Skip to main content
Settings Settings for Dark

પાટણઃ ડેઝર્ટ સફારી એન્ડ ડેસ્ટીનેશન ડેવલપમેન્ટ ફોર ટુરીઝમ એક્ટીવીટી હેઠળ પાટણના એલાવ ગામ ખાતે કેમ્પ સાઈટનું ઈ-લોકાર્પણ

Live TV

X
  • પાટણઃ ડેઝર્ટ સફારી એન્ડ ડેસ્ટીનેશન ડેવલપમેન્ટ ફોર ટુરીઝમ એક્ટીવીટી હેઠળ પાટણના એલાવ ગામ ખાતે કેમ્પ સાઈટનું ઈ-લોકાર્પણ

    સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત નિર્મિત ડેઝર્ટ સફારી એન્ડ ડેસ્ટીનેશન ડેવલપમેન્ટ ફોર ટુરીઝમ એક્ટીવીટી હેઠળ પાટણના એલાવ ગામ ખાતે કેમ્પ સાઈટનું ઈ-લોકાર્પણ કરાયું. ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે વારાહી મામલતદાર કચેરી ખાતે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત પણ વરચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. સાથે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય  લવિંગજી ઠાકોર, જીલ્લા કલેકટર અરવિંદ વિજયન સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઈકો ટુરીઝમ સેન્ટરમાં પ્રવાસીઓને રહેવા-જમવા માટે રુપિયા 2 કરોડ 70 લાખના ખર્ચે ઈકો ટુરીઝમ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જેને ડેઝર્ટ સફારી અને ડેસ્ટીનેશન ડેવલપમેન્ટ ફોર ટુરીઝમ એક્ટીવીટીઝ તરીકે ઓળખવામા આવશે. ઈકો ટુરીઝમ સ્થળની નજીક ચારણકા સોલાર પાર્ક આવેલ છે. જે એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક છે. આ ઈકો ટુરીઝમ સેંન્ટરનુ સંચાલન સ્થાનીક ઈકો ટુરીઝમ કમિટી દ્રારા કરાશે અને આ સેન્ટર દ્વારા સ્થાનિક લોકોને રોજગાર મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply