અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને આવકારવા ગુજરાત થયું સજ્જ, તૈયારીઓ પહોંચી અંતિમ પડાવમાં
Live TV
-
રાજસ્થાનનું ગેર નૃત્ય, ઘૂમર, મલખમ વગેરે કળાસંસ્કૃતિને રજૂ કરવા બાળકો અને તરુણોમાં ઉત્સાહ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર આવવાના છે. ત્યારે તેમના અમદાવાદ આગમનની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ગઈકાલે પત્રકારોને સ્ટેડિયમની મુલાકાત કરાવવામાં આવી હતી, તેમજ તેમને સંપૂર્ણ કાર્યક્રમની જાણકારી આપવામાં આવી હતી. "નમસ્તે ટ્રમ્પ" કાર્યક્રમમા લાખોની જનમેદની જોડાવવાની શક્યતાથી, તંત્ર માટે આ કાર્ય એક પડકાર સમાન છે.
કોઈપણ એંગલથી આપણે જોઈએ , આ સ્ટેડિયમનો વ્યુ દરેક બાજુ થી એકસરખો જ આવે છે. 1,10,000 થી પણ વધુ બેઠકોની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ , સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનું છે. મોટેરા સ્ટેડિયમ ની આજુબાજુના વિસ્તારોમાં વિવિધ સુરક્ષા એજન્સીઓની ફ્લેગમાર્ચ પણ યોજાઇ હતી. જેમાં તેઓએ સુરક્ષાને લઈને જરૂરી સૂચનાઓ પણ આપી હતી.
સરકાર અને તંત્રની ચોક્સાઈ
વિજય રૂપાણીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સમગ્ર આયોજનને આખરી ઓપ આપ્યો હતો. મુખ્યમંત્રીએ મોટેરા સ્ટેડિયમમાં આયોજિત 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ સંદર્ભમાં સ્ટેડિયમમાં બેઠક વ્યવસ્થા તેમજ સ્ટેડિયમ સુધી પહોચવા માટે વાહન વ્યવહાર, ટ્રાફિક નિયંત્રણ અંગેની તલસ્પર્શી વિગતો વરિષ્ઠ સચિવો પાસેથી મેળવી હતી તેમજ તેમને જરૂરી માર્ગદર્શન પણ આપ્યુ હતું. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ બેઠકમાં ઉપસ્થિત રહીને મુખ્યમંત્રીને સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણ સંદર્ભમાં મહાનુભાવોના જવા-આવવાના તેમજ રોડ શો ના માર્ગના ટ્રાફિક નિયમનસહિતની વ્યવસ્થાઓથી માહિતગાર કર્યા હતા
અમદાવાદ પુલિસ બની સજ્જ
ટ્રમ્પ ગુજરાત ની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે અમદાવાદ માં એરપોર્ટ ,મોટેરા સ્ટેડિયમ ,ગાંધી આશ્રમ સહિત ના રૂટ પર પોલીસ દ્વારા સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.રાજ્ય ની એ.ટી.એસ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ ,ક્રાઇમ બ્રાન્ચ સહિત ની ઈંટલીજન્સ એજન્સી દ્વારા તેમની સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, લેટેસ્ટ ટેકનોલોજી ના ઉપયોગ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેડિયમ ખાતે પણ 5000 થી વધુ જવાનો ફરજ બજાવશે
અમદાવાદની દિવાલો સ્વાગતના રંગોથી છલકાઈ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના સ્વાગત માટે અમદાવાદના માર્ગોને અલગ અલગ પેંટિંગ્સ થી સજાવવામાં આવ્યા છે. જેમાં દીવાલો પર સ્વચ્છતાનો ખાસ સંદેશો આપવામાં આવ્યો છે. અશોક બડજાતિયાએ પોતાની ટીમની સાથે આ દીવાલો પર પેંટિંગ્સ કર્યા છે. તેની સાથે સમગ્ર અમદાવાદની જનતા તેમના સ્વાગત માટે ઘણી ઉત્સાહિત છે.
