Skip to main content
Settings Settings for Dark

અયોધ્યામાં ગુજરાતના પ્રવાસીઓ માટે 80.25 કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક 'યાત્રી નિવાસ'

Live TV

X
  • ગુજરાતમાંથી અયોધ્યા દર્શનાર્થે જતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને સર્વશ્રેષ્ઠ સુવિધાઓ, ઉત્તમ આતિથ્ય અને દિવ્ય અનુભવ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અને ગૌરવવંતી પહેલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અયોધ્યા ખાતે નિર્માણાધીન ટાઉનશીપમાં કુલ 6929.28 વર્ગ મીટર જમીન વિસ્તારમાં રૂ. 80.25 કરોડના ખર્ચે આલીશાન ‘યાત્રી નિવાસ’નું નિર્માણ કરવામાં આવશે.

    અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સંકુલ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આકાર પામી રહેલા આ ભવ્ય યાત્રી નિવાસમાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આકાર પામી રહેલા આ અત્યાધુનિક યાત્રી નિવાસમાં 308 બેડની ક્ષમતા ધરાવતા વિવિધ પ્રકારના રૂમ અને 864 સીટીંગ કેપેસીટીવાળો વિશાળ હોલ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત રિસેપ્શન સેન્ટર, વિઝીટર લાઉન્જ, સોવેનીયર શોપ, મલ્ટીપર્પઝ હોલ, ઓડીટોરિયમ, મીટીંગ રૂમ, ડાઈનીંગ એરિયા, ટેરેસ ગાર્ડન, ડિજિટલ ડિસ્પ્લે અને આકર્ષક લેન્ડસ્કેપિંગ જેવી અધતન સુવિધાઓથી આ સંકુલ સજ્જ કરવામાં આવી રહ્યું છે. આ યાત્રી નિવાસનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે અને આગામી એક વર્ષમાં આ યાત્રી નિવાસ ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. 

    સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સેતુ વધુ મજબૂત બનશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ષ 2024 માં અયોધ્યા ખાતે રામચંદ્રજી ભગવાનના નવસર્જિત ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી, ત્યારથી દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ અને રામભક્તો દર્શનાર્થે પધારી રહ્યા છે. શ્રદ્ધાળુઓના આ વિશાળ પ્રવાહને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આ પ્રશંસનીય પગલું ભર્યું છે. ગુજરાત સરકારની આ જનકલ્યાણ અને શ્રદ્ધા-કેન્દ્રિત પહેલથી અયોધ્યા આવતા ગુજરાતના પ્રવાસીઓ માટે 'ઘર જેવી સુખ-સુવિધા' સુનિશ્ચિત થશે. આ યાત્રી નિવાસ માત્ર એક આવાસ માત્ર નથી, પરંતુ ગુજરાત અને અયોધ્યા વચ્ચેના ગાઢ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સેતુને વધુ મજબૂત બનાવનારું એક ઉત્કૃષ્ટ પ્રતીક બની રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
apply