અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું, વાવાઝોડાનું સંકટ
Live TV
-
અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર 1 જુને ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને 2 જૂને ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈને આગળ વધશે
અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે અને તે સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આગળ વધી રહ્યું છે.. જેના કારણે રાજ્ય પર વાવાઝોડાંનું સંકટ ઊભું થયું છે .અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર 1 જુને ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને 2 જૂને ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈને આગળ વધશે... રાજ્યમાં વાવાઝોડું ચોથી અને પાંચમી જૂનના રોજ ઓખા, દ્વારકા અને મોરબી થઈ કચ્છ તરફ ફંટાય તેવી શક્યતાં છે... વાવાઝોડું કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળીને રાજસ્થાન તરફ ફંટાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે. અગાઉ આ વાવાઝોડું ઓમાનના અખાત તરફ ફંટાવાનું હતું, પરંતુ અરબી સમુદ્રમાં છેલ્લા ચાર દિવસ દરમ્યાન સર્જાયેલ ડીપ ડિપ્રેશનના કારણે આ વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે.. બીજી તરફ રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોનાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે.. બોટાદ અને રાજકોટ જિલ્લાના કેટલાંક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.. આ તરફ વલસાડ જિલ્લામાં વાવાઝોડાની શકયતાને લઈ વલસાડ જિલ્લાનું તંત્ર પણ એલર્ટ થયું છે. વલસાડ જિલ્લા કલેકટરે માછીમારોને દરિયામાં ન જવાની તાકદી તેમજ સાવચેત રહેવાનું સુચન કર્યું છે..
