Skip to main content
Settings Settings for Dark

અરવલ્લીઃ મેઘરજ તાલુકામાં તીડ હોવાના અહેવાલ મળતા કરાઈ તપાસ

Live TV

X
  • અરવલ્લીઃ મેઘરજ તાલુકામાં તીડ હોવાના અહેવાલ મળતા કરાઈ તપાસ

    અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં તીડ હોવાના અહેવાલો મળતા ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જ્યાં, તીડ નહીં પણ તીતીઘોડા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. શનિવારના દિવસે અચાનક મેઘરજ તાલુકાના રેલ્લાવાડા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તીડ હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. સમગ્ર ઘટનાની ગંભીરતા જોઈને ખેતીવાડી વિભાગની ટીમ એ આસપાસના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરી હતી. અને તપાસ કરતા આ તીતીઘોડા હોવાની જાણકારી મીડિયા ને આપી હતી. ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે, તીતીઘોડા મોટાભાગે મકાઈ જેવા પાકોમાં જોવા મળતા હોય છે, સાથે જ તેમણે આનાથી ખેડૂતો કેવી રીતે બચી શકે તે અંગે પણ જાણકારી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply