Skip to main content
Settings Settings for Dark

અરવલ્લીમાં વસ્તી ગણતરી 2027નો પ્રારંભ: પ્રથમ તબક્કામાં મકાનો અને કોમર્શિયલ એકમોની વિગતો એકત્રિત કરાશે

Live TV

X
  • અરવલ્લી જિલ્લામાં કેન્દ્ર સરકારની સૂચના અનુસાર વસ્તી ગણતરી 2027ની પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે.

    આ અભિયાનના પ્રથમ તબક્કામાં જિલ્લાના તમામ રહેણાંક મકાનો અને કોમર્શિયલ એકમોની સઘન ગણતરી હાથ ધરવામાં આવી રહી છે.આ વર્ષે વસ્તી ગણતરીની કામગીરી સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી કરવામાં આવી રહી છે, જેના કારણે સમયની બચત થવાની સાથે ચોક્કસ અને સચોટ માહિતી એકત્રિત કરવી સરળ બનશે. કામગીરીમાં પારદર્શિતા અને ઝડપ લાવવા માટે જિલ્લાને વિવિધ બ્લોકમાં વહેંચવામાં આવ્યા છે અને દરેક બ્લોકનું મોનિટરિંગ કરવા માટે સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવી છે.વહીવટી તંત્ર દ્વારા આ પ્રક્રિયાને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત ફિલ્ડ વિઝિટ કરીને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેથી ડેટા કલેક્શનની પ્રક્રિયામાં કોઈ ક્ષતિ ન રહે. વસ્તી ગણતરીની આ કામગીરી જિલ્લાના વિવિધ તાલુકાઓ અને વિસ્તારોમાં હાલ પુરજોશમાં ચાલી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
apply