અરવલ્લી: અંબાજી જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત કુલ 6 લોકોના મોત
Live TV
-
તમામ પદયાત્રીઓ પંચમહાલ જિલ્લાના કાલોલના અલાલી ગામના વતની હતા.
અરવલ્લીમાં માલપુરના કૃષ્ણાપુર પાસે કારચાલકે પદયાત્રીઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સ્થાનિક અને પદયાત્રીઓ સહિત કુલ 6 લોકોના મૃત્યુ નિપજ્યા છે તથા અન્ય 6 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે. તમામ પદયાત્રીઓ પંચમહાલ જિલ્લાના કાલોલના અલાલી ગામના વતની હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ માર્ગ દુર્ઘટનામાં પદયાત્રીકોના થયેલા દુ:ખદ મૃત્યુ અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે અને પદયાત્રીઓના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકના પરિવારજનોને રૂ.4 લાખની અને ઈજાગ્રસ્તોને રૂ.50 હજાર સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને માર્ગ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકો માટે જરૂરી સારવાર વ્યવસ્થા કરવાની પણ સૂચના આપી છે.
