કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે 'વિશ્વ નારિયેળ દિવસ' નિમિત્તે નાળિયેર વિકાસ બોર્ડની પ્રાદેશિક કચેરીનું ઉદ્ઘાટન કર્યું
Live TV
-
ગુજરાતના નાળિયેર ઉત્પાદકોને સરકારની આ મોટી ભેટ છે.
જૂનાગઢમાં નારિયેળ વિકાસ બોર્ડ કેન્દ્ર દ્વારા 'વિશ્વ નારિયેળ દિવસ' ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે નાળિયેર વિકાસ બોર્ડની પ્રાદેશિક કચેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના નાળિયેર ઉત્પાદકોને સરકારની આ મોટી ભેટ છે. ખેડૂતોને માર્ગદર્શન મળી રહે, પૂરતા ભાવ મળી રહે તેમજ અતિવૃષ્ટિ સમયે ખેડૂતોને સહાય મળી રહે તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવશે. ખેડૂતોને વધુ ઉત્પાદન આવે તે માટે સારું બિયારણ માર્ગદર્શન અને રોગ પ્રતિકારક દવાઓ, ખાતર, વગેરે અંગે માર્ગદર્શન, તેમજ સરકારની વિવિધ યોજનાઓ મુજબ સહાય આપવામાં આવશે. નાળિયેર વિકાસ બોર્ડ કચેરી દ્વારા નારિયેળની ખેતી માટે વૈજ્ઞાનિક પધ્ધતિની સમજણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજયમાં 25 હજાર હેક્ટરમાં નારિયેળની ખેતી થાય છે. આ પ્રસંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ, માણાવદરના ધારાસભ્ય, જૂનાગઢના મેયર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..
