નળકાંઠા સહિતના ૧૩ર ગામોના ખેડૂતોની સિંચાઈના પાણી માટેની સમસ્યાનું સંવેદનાત્મક નિવારણ
Live TV
-
નળકાંઠા સહિતના ૧૩ર ગામોના ખેડૂતોની સિંચાઇના પાણી માટેની સમસ્યાનું સંવેદનાત્મક નિવારણ આવ્યુ છે.. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નળકાંઠાના ૩ર જેટલા ‘નો સોર્સ વિલેજ’ની સિંચાઇ માટેના પાણીની સમસ્યાની ગંભીરતા ધ્યાને લઇ તાજેતરમાં મુખ્ય સચિવ પંકજકુમારની ઉપસ્થિતિમાં જળસંપત્તિ વિભાગ અને નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી હતી. જેમાં ગૃહમંત્રીએ ખેડૂતોની લાંબા સમયની રજૂઆત પ્રત્યે સકારાત્મક અને સંવેદનાત્મક અભિગમ દાખવી આ સમસ્યાના ત્વરિત નિવારણ માટે રાજ્ય સરકારને યોગ્ય વ્યવસ્થા કરવા ભલામણ કરી હતી.
ઉપરાંત નળકાંઠાના બધા જ ‘નો સોર્સ વિલેજ’ ગામોને નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો નિર્ણય કર્યો છે. જેના પરિણામ સ્વરૂપે હવે નળકાંઠાના સિંચાઇ વંચિત ૧૧ ગામોના ૧૭૦૦ ખેડૂતોની ૯૪૧પ હેક્ટર જમીન વિસ્તારને પણ સિંચાઇ માટે નર્મદા જળ મળતા થશે.
