અરવલ્લી : ઘર આંગણે પ્રાકૃતિક કિચેન ગાર્ડન બનાવવાની સુવર્ણ તક
Live TV
-
વરસાદી મોસમ કુદરતની ખાસ ભેટ છે. આ સમયગાળામાં પ્રાકૃતિક ખેતી અને ઘર આંગણે 'કિચેન ગાર્ડન' બનાવીને તાજા અને પોષક તત્વોથી ભરપૂર શાકભાજી મેળવી શકાય છે.
કેમિકલ મુક્ત ખેતી દ્વારા પરિવારના સ્વાસ્થ્યમાં સુધારો કરવાની સાથે આર્થિક બચત પણ કરી શકાય છે.જમીનની તૈયારી 30% રેતી, 40% કોમ્પોસ્ટ અને 30% માટીના મિશ્રણથી ઊંચા બેડ બનાવો, જેથી વરસાદનું વધારાનું પાણી નીકળી જાય.યોગ્ય પાકની પસંદગી આ ઋતુમાં મેથી, પાલક, કોથમીર, ભીંડા, ટામેટાં અને મરચાં જેવા શાકભાજી ખૂબ જ સારી રીતે ઉગે છે. તુલસી અને લેમનગ્રાસ જેવા હર્બ્સ પણ લગાવી શકાય.જીવાત નિયંત્રણ પાકને સુરક્ષિત રાખવા માટે લીમડાનું તેલ, લસણ-મરચાંનું સ્પ્રે કે છાણના પાણીનો કુદરતી રીતે ઉપયોગ કરો.સાવચેતી છોડ વચ્ચે યોગ્ય અંતર રાખો જેથી હવાની અવરજવર જળવાઈ રહે અને વધારે પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખો.ટેરેસ ગાર્ડનિંગ કે નાની બાલ્કનીમાં પણ આ પદ્ધતિ અપનાવી શકાય છે. પ્રાકૃતિક ખેતી માત્ર સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ બાળકોને કુદરત સાથે જોડવાની એક શ્રેષ્ઠ પ્રવૃત્તિ પણ છે.
