પાવાગઢ: સુરક્ષાના કારણોસર રાત્રિના સમયે પગપાળા માર્ગ પર અવરજવર પર પ્રતિબંધ
Live TV
-
ચોમાસા દરમિયાન યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાવાગઢ વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે ચોમાસા દરમિયાન રાત્રિના 10 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી રેવાપથ અને પગપાળા માર્ગ પર યાત્રિકોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.અગાઉ પથ્થર પડવાની ઘટનાઓ બાદ રચાયેલી તપાસ સમિતિએ પાટિયા પુલ, ભદ્રકાળી માતા મંદિર સહિતના ત્રણ સ્થળોને જોખમી ગણાવ્યા હતા. આ જોખમી વિસ્તારોમાં હવે જીઓલોજિકલ અને સિસ્મોલોજીકલ સર્વે કરાશે, જેથી વૈજ્ઞાનિક રીતે સલામતીના પગલાં લઈ શકાય. વહીવટી તંત્રએ તમામ યાત્રિકોને આ નિયમનું ચુસ્ત પાલન કરવા અપીલ કરી છે.
