Skip to main content
Settings Settings for Dark

નડિયાદ: ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના ડૉ. પ્રણવ મહેતા વૈશ્વિક સ્તરે ટોચના 5% વૈજ્ઞાનિકોમાં સ્થાન પામ્યા

Live TV

X
  •  નડિયાદની પ્રતિષ્ઠિત ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના સહાયક પ્રાધ્યાપક ડૉ. પ્રણવ આર. મહેતાએ વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

    તેમનો SciRank Global-2025 ની રજિસ્ટ્રીમાં વિશ્વના ટોચના 5% વૈજ્ઞાનિકોમાં સમાવેશ થયો છે, તેમજ AD Scientific Index-2026 મુજબ તેઓ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે પ્રથમ ક્રમે છે. છેલ્લા સાત વર્ષમાં સોલાર એનર્જી, સસ્ટેનેબલ થર્મલ સિસ્ટમ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા વિષયો પર તેમના 82થી વધુ ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંશોધન પત્રો (Q1 અને Q2 જર્નલ્સ) પ્રકાશિત થયા છે, જેના લીધે તેમની Google Scholar પ્રોફાઇલમાં 2,500થી વધુ સાઇટેશન, 26 H-Index અને 43 i10-Index નોંધાયા છે. યુનિવર્સિટી અને વૈશ્વિક સંશોધન ક્ષેત્રે ગૌરવ વધારનારી આ આંતરરાષ્ટ્રીય સફળતા બદલ નડિયાદવાસીઓમાં અનેરા આનંદ ની લાગણી વ્યાપી જવા પામી છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply