બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં વરસાદથી ખેડૂતોમાં ખુશી
Live TV
-
બનાસકાંઠા તેમજ વાવ-થરાદ જિલ્લામાં ભારે ઉકળાટ અને બફારા બાદ રાત્રિના સમયે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.
વાવ-થરાદ જિલ્લાના 8 તાલુકાઓ પૈકી થરાદ, દિયોદર અને લાખણી તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દિયોદરમાં અંદાજે દોઢ ઇંચ જ્યારે થરાદ અને લાખણીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના અંબાજી, હડાદ, કાંકરેજ અને ધાનેરા વિસ્તારમાં અંદાજે બે ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ, ડીસા અને ઓગડ તાલુકામાં ગાજવીજ સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો.વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વાવેતર કરેલા પાકને જીવનદાન મળતાં કૃષિ ક્ષેત્રે રાહતનો માહોલ સર્જાયો છે. સાથે જ આગામી દિવસોમાં ચોમાસુ પાકનું વાવેતર પણ વેગ પકડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદ દરમિયાન બંને જિલ્લામાં ક્યાંય પણ કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી.
