અરવલ્લી : પુરુષ અને સ્ત્રી મતદાનમાં 10 ટકા કરતાં વધુ તફાવત ધરાવતા ગામડાઓમાં મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ
Live TV
-
અરવલ્લી-લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તા.7મી મે ના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ થઇ રહ્યા છે.
અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં વિવિધ મતદાન જાગૃતિ અભિયાન થકી અનેક પ્રકારના સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે.જેમાં ઉત્સાહથી નાગરિકો સહભાગી થઈ રહ્યા છે.
અરવલ્લીમાં મતદાન જાગૃતિ અંતગર્ત માલપુર તાલુકાના 50 ટકા કરતા ઓછું મતદાન ધરાવતા અને પુરુષ અને સ્ત્રી મતદાનમાં 10 ટકા કરતાં વધુ તફાવત ધરાવતા ગામડાઓમાં મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમમાં મતદાન સંકલ્પ પત્રોનું વિતરણ અને તેમજ મતદાન જાગૃતિ અંતર્ગત પોસ્ટરો લગાડવામાં આવ્યા.