છોટાઉદેપુર : મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત 'ચૂનાવ પાઠશાળા' અભિયાનની શરૂઆત
Live TV
-
લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના આ અવસરમાં સહભાગી બને જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2022માં જિલ્લામાં સ્ત્રી - પુરૂષ મતદાન ટકાવારીમાં 10 ટકાથી વધુના તફાવત હોય તેવા અને 50 ટકાથી ઓછું મતદાન નોંધાયું હોય તેવા મતદાન મથકોની ઓળખ કરીને આ વિસ્તારોમાં "ચૂનાવ પાઠશાળા" રૂપી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.
આ કાર્યક્રમના ભાગરૂપે છોટાઉદેપુર તાલુકાના ગુડા-1, ગુડા-2 અને મંડલવા-1, કવાંટ તાલુકાના મોટી સાંકળ, દેવધ અને વીજળી તેમજ બોડેલી તાલુકાના ધરોલીયા મતદાન મથક ખાતે ચુનાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સંબંધિત તાલુકાના તાલુકા સ્વીપ નોડલ, ટી.પી.ઈ.ઓ. સહિતના અધિકારીઓએ લોકોને મતદાન અંગે જાગૃત કર્યા હતા. ઉપસ્થિત સૌએ અચૂક મતદાન કરવામાં શપથ લીધા હતા.