અરવલ્લી: પૉલિસ અધિકારીઓના નામનો ઉપયોગ કરી #Facebook પર ખોટુ અકાઉન્ટ બનાવી પૈસા પડાવવાનો પ્રયાસ
Live TV
-
સાયબરના ગુન્હામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પૉલિસ અધિકારીઓના નામનો ઉપયોગ કરી #Facebook પર ખોટુ અકાઉન્ટ બનાવી પૈસા પડાવવાનો પ્રયાસ કરતો એક કિસ્સો સામે આવ્યો છે. અરવલ્લીના SP તરીકે ફરજ બજાવતા સંજય ખરાત અગાઉ વડોદરાના DCP હતા. ઠગ ટોળકી દ્વારા DCP વડોદરા તરીકેની ઓળખ આપતુ એક ફેક ફેસબુક અકાઉન્ટ બનાવવામાં આવ્યું. જેના થકી પરિવારજનોને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી મિત્રો બનાવી તેમની પાસેથી પૈસાની માંગણી કરાતી હતી. સંજય ખરાતના એક સબંધીએ ફોન કરીને ખાત્રી કરતા આ મામલો સામે આવ્યો છે. એક મહિના પહેલા જ મોડાસાના એક દુકાનદાર પાસે આવી જ રીતે ઠગવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
