અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ 76 લાખથી વધુ લાભાર્થીઓને અપાઇ રોજગારી
Live TV
-
રાજ્યના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ વર્ષ 2020-21 દરમિયાન ડિસેમ્બર-2021 સુધીમાં કુલ 76,46,830 લાભાર્થીઓને માનવદિન રોજગારી આપીને આર્થિક પગભર બનાવાયા છે તેમ આજે વિધાનસભાગૃહમાં ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે મનરેગા યોજના હેઠળ ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં જણાવ્યું હતું.
ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પૂરક પ્રશ્નોનો જવાબ આપતા મંત્રીએ કહ્યું હતું કે, મનરેગા યોજના હેઠળ લાભાર્થીઓને શરૂઆતમાં માત્ર રૂ. 14નું વેતન આપવામાં આવતું હતું તે જે હવે વધારીને રૂ. 229નું પ્રતિદિન વેતન આપવામાં આવે છે. ફંડ ટ્રાન્સફર ઓર્ડર દ્વારા રકમ સીધી જ લાભાર્થીના ખાતામાં જમા કરીને સંપૂર્ણ પારદર્શિતા લાવવામાં આવી છે. મંત્રીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે નવી પદ્ધતિ મુજબ કેન્દ્ર દ્વારા મનરેગા હેઠળ ગ્રાન્ટની ફાળવણી થવાની છે.