અસમના રાજ્યપાલ જગદીશ મુખીએ હવાઈ નિરીક્ષણ કરી સ્થિતિની સમીક્ષા કરી
Live TV
-
આસામ અને બિહારમાં પુરની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની રહી છે. જેમાં આસામમાં 28 લાખ જેટલા લોકો પ્રભાવિત થયા છે અને બ્રહ્મપુત્રા સહિતની નદીઓમાં જળસ્તર જોખમના નિશાનથી ઉપર વધી રહ્યું છે. તો આસામના રાજ્યપાલ જગદીશ મુખીએ હવાઈ નિરીક્ષણ કરી સ્થિતિની સમીક્ષા કરી હતી અને કેન્દ્ર સરકાર દ્વારા વધુ મદદ મળે તે માટે રજૂઆત કરવાની ખાતરી આપી હતી. તો બીજી તરફ બિહારમાં ગંગા નદી અને અન્ય નદીઓમાં પુરની સ્થિતિના કારણે બિહારના અનેક જિલ્લાઓમાં પાણીનો ભરાવો થતાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરાયા છે.
